ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં બજેટની ચર્ચા દરમિયાન વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને તેમના સાથીદારોએ લોલીપોપની વહેંચણી કરી હતી.આ સાથે વિરોધ પક્ષના નેતાએ સીધી રજૂઆત કરી હતી કે છેલ્લા પાંચ-સાત વર્ષથી બજેટ દ્વારા ભરૂચ નગરપાલિકાના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચના રહીશોને રીતસરની લોલીપોપ આપવામાં આવી રહી છે.જેમ કે લગભગ દર વર્ષે બજેટમાં રતન તળાવના વિકાસ માટે નાણાં ફાળવવામાં આવે છે.તેમજ નગરપાલિકાના,પાંચબત્તી,સ્ટેશન વગેરે વિસ્તારના સર્કલો નાના કરવાના કામ તેમજ ભરૂચ નગરમાં સીટી બસ સેવા શરૂ કરવા તેમજ રંગઉપવન પાંચબત્તી વિસ્તારમાં આલિશાન શોપિંગ સેન્ટર ઉભું કરી અધ્યતન ઓડિટોરિયમ બાંધવા અંગેની દરખાસ્ત અને ફાટા તળાવ વિસ્તારમાં પણ દર વર્ષે અધ્યતન શોપિંગ સેન્ટર બાંધવા અંગેની દરખાસ્ત બજેટમાં મૂકવામાં આવે છે.કામગીરી કરવામાં આવતી નથી આમ બજેટ દ્વારા વર્ષોથી ભરૂચના રહીશોને લોલીપોપ આપવામાં આવી રહ્યા છે.જેના પ્રતીક રૂપે વિરોધ પક્ષ કોંગ્રેસે વાસ્તવમાં લોલીપોપની વહેંચણી કરી હતી.
કેમ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદએ લોલીપોપ વંહેચી.તમામ સભ્યોએ લોલીપોપ લઈ શાસક પક્ષ પર આક્ષેપ કર્યા…
Advertisement