ભરૂચ નગરમાં એક પછી એક ચોંકવનારા બનાવો બની રહ્યા છે તેમાં એક વધુ વધારો થયો છે હવે કેટલાક લોકો ધધાંકીય હરીફાઈ કે અંગત વેરની વસુલાત માટે વોટ્સઅપ કે ફોનનો ઉપયોગ કરી રહ્યા છે જેમકે તા ૪ નારોજ એ ડિવિઝન પોલીસને એક ચોંકાવનરી અરજી મળી જેમાં વિનય કોમ્પ્લેક્સ ખાતે રહેતા સુશાંત હળદરે પોલીસને જણાવ્યુકે તેઓ ભરૂચના સ્ટેશન વિસ્તારમાં હંગ્રી આઈઝ નામની હોટલ ધરાવે છે કેટલાક સમયથી કોઈ તેમની હોટલ ની બદનામી વોટ્સઅપ ગ્રુપ દ્વારા કરી રહ્યું છે તેમજ ફોન દ્વારા ધમકી અપાઈ રહી છે કેટલાક વર્ષો પહેલા આવા ધધાંકીય હરીફાઈ માં અફવા ફેલાવી સામેના વેપારીને નુકસાન પહોચાડ્યું હોવાના અનેક બનાવો બન્યા છે જેમાં મીઠાઈના વેપારી દવાનાવેપારી હોટલોના ધધાઓનો સમાવેશ થાય છે પરંતુ આબનાવમાં અરજદારને પણ બદનામ કરવામાં આવેલ છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે
Advertisement