ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આવેલ કાવી-કંબોઇ ખાતે દરિયા કિનારે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.વહેલી સવાર થી સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તોએ ધન્યતા અનુભવી હતી..સાથે જળાભિષેક સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો આજે શિવરાત્રિ નિમિત્તે યોજવામાં આવ્યા હતા.જેમાં દૂરદૂરથી લોકો દર્શનાથે ઉમટી પડ્યા હતા..
સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે. દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે..આજે મહાશિવરાત્રીના પાવન અવસરે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
Advertisement