ભરૂચ પંથકમાં બમ-બમ ભોલેનો નાદ અને હર-હર મહાદેવ નાદ મહાશિવરાત્રીના પર્વે ગુંજી ઉઠ્યો હતો.મળતી માહિતી મુજબ દર વર્ષ કરતા આ વર્ષે મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનો આનંદ અને ઉમંગ વધુ જણાયો હતો.સમગ્ર ભરૂચ જિલ્લામાં નાના મોટા થઇ 3 હજાર કરતાં વધુ મહાદેવના મંદિરો આવેલા છે.સૌથી વધુ મહાદેવના મંદિરો નર્મદા નદીના કિનારે આવેલા છે.દરેક ભોલેનાથના મંદિરની આગવી ગરિમા અને આગવું ધાર્મિક મહત્વ જેના પગલે જ એમ કહેવાય છે કે નર્મદા નદીના કિનારે કણ-કણમાં ભગવાન શિવનો વાસ છે.તેથી જ નર્મદા નદીનો કિનારો અને નર્મદાનું નીર અતિ પવિત્ર છે.અંગારેશ્વર,કડોદ,શુકલતીર્થ,તવરા,નીલકંઠેશ્વર,કામનાથ મહાદેવ,ભાડભૂતેશ્વરથી માંડીને તમામ પ્રાચીન મંદિરોની પોતાની કથા છે જેનો ઉલ્લેખ વેદ પુરાણ જેવા ગ્રંથોમાં થયેલ છે.આવા મંદિરો પૈકી શુકલતીર્થ,કડોદ,ભાડભૂત વગેરે મહાદેવના મંદિરો ખાતે સમાયંતરે યાત્રા યોજાય છે.આવા તમામ મંદિરો ખાતે તેમજ શક્તિનાથ,ગંગેશ્વરથી માંડીને ભરૂચ નગરમાં આવેલ તમામ મંદિરો ખાતે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી બિલીપત્ર,દૂધ તેમજ અન્ય પ્રવાહી દ્રવ્યો વડે પૂજા અને અભિષેક કરીને ઉજવાયો હતો.આ શિવરાત્રી પર્વ નિમિતે ભાંગની પ્રસાદીનું વિતરણ ઠેર-ઠેર કરવામાં આવ્યું હતું.ઘીના કમળ અને ઘી માંથી શિવની પ્રતિકૃતિએ ઠેર-ઠેર ભક્તજનોમાં આકર્ષણ જમાવ્યું હતું.
“જહા કણ-કણ મે બસે ભગવાન” જાણો ક્યાં અને કેવી રીતે ઉત્સવ ઉજવાયો?
Advertisement