ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના પનીયાદારા નાં ગામ ખાતે વીજ વાયરની મરામત કરવા એક કર્મચારી વીજ થાંભલા પર ચઢયા હતા. આ વીજ કંપનીના કર્મચારી અનીલ ડાહ્યાભાઈ પરમારને અચાનક વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને સૌપ્રથમ ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે વડોદરા ખાતે લઇ જતા તા. ૨૬-૦૩-૨૦૧૮ નાં રોજ સવારે ૬ વાગ્યાના અરસામાં તેનું વડોદરા ખાતે મોત નીપજ્યું હતું.
Advertisement