ભરૂચ પોલીસના સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવેશ પામતા એવા વિસ્તારોમાં સી-ડિવિઝન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.તે દરમિયાન GNFC ચોકડી પાસેથી થ્રી-વ્હીલ પીયાગો ટેમ્પો નંબર જીજે ૧૬ V-૬૪૭૪ ને બાતમીના આધારે ઝડપી પાડતા તેની તપાસણી કરતા ટેમ્પોમાંથી પ્લાસ્ટિકના ડ્રમમાં છુપાવેલ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ૧૮૦ml ના ક્વાટર નંગ-૧૧૫૨ જેની કિંમત ૧,૧૫,૨૦૦ જેટલી થાય છે.આ સાથે થ્રી-વ્હીલ પીયાગો ટેમ્પો કિંમત રૂપિયા ૮૦,૦૦૦ તથા આરોપીઓની અંગઝડતીમાં મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૫ કિંમત રૂપિયા ૧૧૦૦૦ તેમજ પ્લાસ્ટિકના ડ્રમ મળી કુલ ૨,૦૬,૮૦૦નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે.ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રીરાજેન્દ્ર ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન.પટેલના માર્ગદર્શનના આધારે અને હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર જુલાલની બાતમીના આધારે આ કામગીરી કરવામાં આવી હતી.જેમાં આરોપી કિરીટ દોલતભાઈ ચૌહાણ રહેવાસી ઘી-કોળિયા,મોહમ્મદ જુનેદ શેખ રહેવાસી ફાટા તળાવ અને કિસન વિજય પરમાર રહેવાસી નવલખાની ચાલ એમ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે.જ્યારે ઈદરીસ મુન્ના શેખ આરોપી વોન્ટેડ હોવાનું સી-ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.આ બનાવ અંગે સી-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.
વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો જાણો ક્યાં અને કેવી રીતે?
Advertisement