તાજેતરમાં વાયુ સેનાના સૈનિકોના પરાક્રમ બાદ ભરૂચ જિલ્લાના રહીશોમાં ખૂબ આનંદની લાગણી વ્યાપી ગઈ છે તેમ છતાં લોકો શહીદોની શહાદતને ભૂલ્યા નથી.શહીદોના કુટુંબીજનોને સહાય કરવા અર્થે ભરૂચ પંથકમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આવા કાર્યક્રમોમાં એકત્રિત થયેલ ફંડ શહીદોના કુટુંબીજનોને આપવામાં આવશે.આજ રોજ તા.૨-૩-૨૦૧૯ના શનિવારે ઝાડેશ્વર સાઈ મંદિરની બાજુમાં ” એક શામ શહીદો કે નામ ” ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાવનરાજ યુવા સંગઠન ભરૂચ,અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા,વીર શહીદ સેવા સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે વીરાંજલી નામે ડાયરાનું આયોજન કરાયું હતું.જેમાં લોક ગાયક ઉમેશ બારોટ,જીગ્નેશ કવિરાજ,અભેસિંહ રાઠોડ,ડો.રણજીત વાંક ડાયરામાં શહીદોને સ્વરાંજલિ આપી હતી.આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે એકત્રિત થયેલ તમામ ફંડ શહિદોના પરિવારજનોને સહાય રૂપે આપવામાં આવશે.આયોજકો તરફથી આ પ્રસંગ ને ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડાએ ખાસ હાજરી આપી હતી.
ઉપરોક્ત કાર્યક્રમ માં ભાગ લેનારાઓ તમામ વ્યક્તિઓએ કોઈ પણ પ્રકારની ટોકન લીધું નથી એટલે જ મેરા ભારત મહાન.આ દેશના માટે આજે પણ આ દેશના લોકો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છે.તે પ્રતીતિ થઇ છે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે.આ પણ એક પ્રકારે દેશભક્તિ જ છે.