ભરૂચ જિલ્લો કાવીકંબોઈ થી હાંસોટ સુધીનો આશરે 280 કીમીનો દરિયાકાંઠો ધરાવે છે.હાલમાં વાયુસેના દ્વારા આતંકવાદીઓ પર કરવામાં આવેલ હુમલા દરમિયાન ભારતના પાકિસ્તાનને લગતા દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ અઘટીત બનાવ ના બને તે હેતુથી સરકાર દ્વારા ભરૂચના દરિયાકાંઠાની સુરક્ષા પણ સઘન કરી દેવામાં આવી છે.આ વિસ્તારમાં કોઈ ઘુસણખોરી કે આતંકવાદની ઘટના ન બને તે હેતુથી ડી.આઇ.જી એટીએસ અને કમાન્ડર મરીન ટાસ્ક ફોર્સનો હવાલો સંભાળતા ડીઆઇજી શ્રી હિમાંશુ શુક્લ તથા ભરૂચના પોલીસ અધિક્ષકની સંયુક્ત નિગરાની હેઠળ ભરૂચના સંવેદનશીલ વિસ્તારોનુ તથા વાઈટલ ઈન્સ્ટોલેશનની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાને વધુમાં વધુ સઘન બનાવવાના ભાગરૂપે એસ.ઓ.જી,એલએલબી, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો, એલ.આઇ.બી ક્યુ.આર.ટી તેમજ પી ડી એસ ટીમને એલર્ટ રહેવા તથા દરિયાકાંઠે વાઈટલ ઈન્સ્ટોલેશન અને લેન્ડીંગ પોઇન્ટ પર પેટ્રોલિંગ સઘન બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચના દરિયાકાંઠાની સુરક્ષા સઘન કરવામાં આવી…
Advertisement