ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન હેમ-ખેમ સ્વદેશ આવ્યા તે પ્રસંગે સમગ્ર ભરૂચ પંથકમાં આનંદ અને ઉમંગની લાગણી છવાઈ ગઈ.કોઈપણ રાજકીય પક્ષ કે અન્ય ભેદભાવ ભૂલીને સર્વે અભિનંદનને અભિનંદન આપ્યા.ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણાએ જણાવ્યું કે ભારતીય સૈન્યનો ગૌરવવંતો ઇતિહાસ છે જેમાં અભિનંદન ના પરાક્રમેં એક નવું ઉદાહરણ દુનિયાને પૂરું પાડ્યું છે.તેમની શોર્ય ગાથા અનન્ય સાબિત થઈ છે.જ્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું કે મક્કમ મનોબળ દેશપ્રેમની ભાવના અને સ્વ કરતા દેશને મહત્વ આપનાર અભિનંદનને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા.અભિનંદન સ્વદેશ ફરતાં જ ભરૂચ જિલ્લામાં આતીશબાજી અને ફટાકડાના ધૂમ-ધડાકા દિવાળીની જેમ જણાતા હતા.સર્વત્રે આનંદ ઉલ્લાસ અને દેશપ્રેમ તેમજ ભાઈચારાની લાગણી જણાતી હતી.આખી રાત ભરૂચવાસીઓએ ઉત્સવ ઉજવ્યો હતો.
Advertisement