ભરૂચ સ્થિત સિવિલ હોસ્પિટલ વારંવાર વાદ-વિવાદમાં સપડાય છે ત્યારે ગતરોજ રાત્રીના સમયે સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા થયેલ ગંભીર બેદરકારીના પગલે ૧૮ જેટલા દર્દીઓને ખુબ ઠંડી ચઢતા એક સમયે સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી.સાથે જ દર્દીઓના સગા સંબંધીઓ ચિંતામા ગરકાવ થઈ ગયા હતા.૧૮ જેટલા દર્દીઓને એટલી તીવ્ર ઠંડી લાગી હતી કે સિવિલ હોસ્પિટલમાંના ધાબળા ખૂટી પડ્યા હતા.સગા-સંબંધીઓ ઘરેથી ધાબળા લાવ્યા હતા. કેટલાક દર્દીઓતો પાથરેલા ગોદડા-ગાદલા પણ ઓઢી લીધા હતા.આવી પરિસ્થિતિ સર્જાતા આરોગ્ય શાખાના કર્મચારીઓએ આર.એમ.ઓ નો સંપર્ક સાધી બધી વિગતો જણાવતા આર.એમ.ઓ તેમના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને આમ કેમ બન્યું તેની તપાસની શરૂઆત કરી હતી.તો જાણવા મળ્યું કે એન્ટીબાયોટિક ઇન્જેક્શન સીફો ટેક્ષીન કે જે પાવડર સ્વરૂપે આવે છે તેને પ્રવાહી સ્વરૂપે કરવા માટે ડિસ્ટિલ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફે ગ્લુકોઝના પાણીનો ઉપયોગ કરીને સીફો ટેક્ષીનને પ્રવાહી કરી ઇન્જેકશન આપતા આ પરિસ્થિતિનું સર્જન થયું હતું.જોકે સીફો ટેક્ષીન ઈન્જેકશનનો જથ્થો તરત જ સીલ કરી બાજુમાં મુકાવી તેની તપાસ થશે એમ સિવિલ સૂત્રોએ જણાવ્યું હતું.
લો કરો વાત સિવિલ હોસ્પિટલની બેદરકારી ચરમ સીમાએ ડિસ્ટિલ વોટરની જગ્યાએ ગ્લુકોઝના પાણીનું ઇન્જેક્શન 18 દર્દીઓને અપાતા ખળભળાટ…
Advertisement