જેમ-જેમ મહાશિવરાત્રીનું પર્વ નજીક આવતું જાય છે તેમ-તેમ ભરૂચ જિલ્લામાં ધાર્મિક વાતાવરણ છવાઈ રહ્યું છે.શિવભક્તિ માટે એમ કહેવાય છે કે નર્મદા કિનારો અને તેથી ભરૂચ જિલ્લાનો વિસ્તાર આદર્શ છે.તેથી જ વિવિધ દિવ્ય દેવોથી માંડીને તપસ્વીઓએ નર્મદા નદી એટલે કે રેવા તટે શિવ-સાધના અને શિવતપ કર્યું.જેમાં મહાન તપસ્વી ભૃગુઋષિનો પણ નર્મદા તટે તપસ્યા કરી ભરૂચ નગર વસાવ્યું.આવા જ ભરૂચના એક શિવભક્ત દિલીપભાઈ મિસ્ત્રીએ ઘી માંથી શિવજીની પ્રતિભા સંપન્ન પ્રતિમાનું સર્જન કર્યું.તેઓ છેલ્લા ૨૫ વર્ષથી ઘી માંથી શિવજીની પ્રતિમા તૈયાર કરી રહ્યા છે.આ પ્રતિમા તૈયાર કરવામાં તેમને 10 દિવસનો સમય લાગ્યો હતો.અને ૨૫ કિલો ઘી માંથી 4 ફૂટ ઉંચી અને 2.5 ફૂટ પોહડી શિવજીની મનમોહક અને પ્રતિભા સંપન્ન શિવજીની પ્રતિમા તૈયાર કરી.જે ભૃગુઋષિના મંદિર ખાતે લોકોના દર્શન અર્થે મુકવામાં આવશે… ઓમ નમઃ શિવાય.
મહાશિવરાત્રી નિમિત્તે શિવભક્તે ઘીના ઉપયોગ વડે નયનરમ્ય પ્રતિકૃતિ તૈયાર કરી… ઓમ નમઃ શિવાય
Advertisement