છેલ્લા ૧૫ દિવસથી ભરૂચ પંથકમાં એક અજબ ગજબ ની ઘટના બની રહી છે જેમાં સરકારી ઇમારતોમાં ક્યાં તો છત પરથી પોપડા પડી રહ્યા છે અથવા તો ફ્લોરિંગ પરની ટાઇલ્સો ઉખડી રહી છે.આમ કેમ બને છે તે અંગે લોકો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા છે.
સૌપ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલથી શરૂઆત થઈ જેમાં ફ્લોર નં-2 પર ટાઈલ્સો ટપોટપ ઉખડવા માંડી ટાઇલ્સની નીચે માત્ર ને માત્ર રેતી જ જણાય સિમેન્ટ જેવું કંઈ ન જણાતા ભ્રષ્ટાચારનું આચરણ થયું હોવાનું સ્પષ્ટ પણે જણાઇ આવ્યું.ભરૂચ સિવિલ હોસ્પિટલના કર્તાહર્તાઓએ આ અંગે તેમના ઉપલા સ્તરના અધિકારીઓને જણાવ્યું છે કે કેમ એ તો તેઓ જ જાણે.પરંતુ ત્યારબાદ નગરપાલિકા પ્રમુખની કેબીનનો વારો આવ્યો જેમાં છત પરના પોપડા પડતા પ્રમુખે પોતાની કેબીન છોડી ઉપપ્રમુખની કેબિનમાં બેસવું પડ્યું.ત્યારબાદ હાલ લેબર કોર્ટ એટલે કે મજૂર અદાલતમાં એક ચેમ્બરમાં છત પરથી પોપડો પડ્યો સદભાગે તે ચેમ્બરમાં કોઈ ન હતું જેથી કોઈને ઈજા પહોંચી નથી પરંતુ આ ત્રણેય બનાવવામાં એક સ્પષ્ટ બાબત એ દેખાય છે કે કોન્ટ્રાક્ટરો હલકી કક્ષાનું કામ કરે છે તેમની પર કોઈ દેખ રખાતી નથી લેતીદેતીના રિવાજો કરી કરોડોના બિલ મંજૂર કરી દેવાય છે. સદભાગ્યે અત્યારસુધી કોઇના માથા ફૂટ્યા નથી. ફૂટે ત્યારે શું થાય?