ભરૂચ જિલ્લામાં મહિલા અનામતનું અમલીકરણ કરવામાં આવતા કેટલાક ગ્રામ-પંચાયતમાં હાલ મહિલાઓ સરપંચ તરીકે વહીવટ કરી રહી છે પરંતુ આ વહીવટ માત્ર કાગળ પર જ હોવાનું જાણવા મળી રહ્યું છે.જેમકે વિવિધ ગામોમાં ચૂંટાયેલ મહિલા સરપંચને તેના પતિ દ્વારા અથવા તો અન્ય સ્થાપિત હિતો દ્વારા કહી દેવામાં આવે છે કે ગામનો વહીવટ તારાથી એટલે કે મહિલાથી નહીં ચાલે ખોટા વાદ-વિવાદો થશે એટલે અમે કહીએ તેમ કર્યા કરવાનું.કેટલાક ગામોમાં તો મહિલા સરપંચની ખુરશીની બાજુમાં જ પતિ પણ ખુરશી લઈને બેઠા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.જે ખરેખર ગેરકાયદેસર છે. તેથી લોકમુખે ચર્ચાતી આ બાબતો જો સાચી હોય તો સરકાર ધારા અથવા તો જિલ્લા તંત્ર દ્વારા આ અંગે તપાસ કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
Advertisement