Proud of Gujarat
FeaturedGujaratINDIAWorld

વીર જવાન પાયલોટ અભિનંદનના ગૌરવવંતા પરાક્રમોની ગાથા જાણો… કેવી રીતે અને ક્યાં શું થયું હતું ?

Share

તાજેતરમાં સમગ્ર ભરૂચ પંથકમાં વાયુસેનાના જવાન પાયલોટ અભિનંદનની ચર્ચા ચાલી રહી છે. ત્યારે એક ચેનલના માધ્યમથી જાણવા મળ્યું છે કે વાસ્તવમાં શું બન્યું હતું? તેની વિગત જોતા સૌપ્રથમ વાયુસેનાના વિમાનમાં સવાર એવા અભિનંદનએ સૌપ્રથમ પોતાના ફાઇટર વિમાન માંથી જોયું કે ત્રણ જેટલા પાકિસ્તાની ફાઇટર વિમાન ભારતીય સરહદમાં આક્રમણ કરવા પ્રયાસ કરી રહ્યા છે જેનો જવાબ આપવા વ્યૂહાત્મક રીતે પાઈલોટ અભિનંદન કામ કરતા બે પાકિસ્તાની લડાકુ વિમાન પરત ફરી ગયા હતા જે અભિનંદનની સફળતા કહી શકાય તે સાથે અભિનંદન ત્રીજા વિમાન સાથે પણ હવાઈ જંગ કરતાં કમનસીબે તેમનું વિમાન ક્રેશ થઈ ગયું હતું તેથી પેરાશૂટની મદદ વડે અભિનંદન ઘાયલ હાલતમાં નીચે ઉતર્યા.આમ અવકાશમાંથી નીચે ઉતરતા માનવીને જોઈ જે તે વિસ્તારના લોકો કુતૂહલવશ ભેગા થયા જવાન અભિનંદનને કદાચ ખબર ન હતી કે તે કયા દેશની ભૂમિ પર છે તેથી ઈજાગ્રસ્ત અભિનંદન એ ઉપસ્થિત ટોળા ને પૂછ્યું કે આ કયા દેશની ભૂમિ છે ત્યારે એક વ્યક્તિએ ભારતની ભૂમિ હોવાનું જણાવ્યું પણ અભિનંદને ખાતરી કરવા માટે દેશભક્તિના નારા લગાવ્યા જ્યારે બીજીબાજુ બીજા લોકોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો તેથી અભિનંદનને ખબર પડી કે આ POK ની ભૂમિ છે. અભિનંદનને સ્વબચાવ માટે હવામાં ગોળીબાર કર્યો અને તે આગળ ચાલવા માંડ્યા તેમના મનમાં પોતે જે મહત્વના દસ્તાવેજો સાથે લઈને કુદયા હતા તેની ચિંતા હતી જે પૈકીના કેટલાક દસ્તાવેજો તેમણે નજીકના તળાવમાં ડુબાડી દીધા અને કેટલાક દસ્તાવેજો ટ્રેનિંગમાં શીખવાડ્યા મુજબ ખાઈ ગયા આમ મહત્વના દસ્તાવેજો પાકિસ્તાનના હાથે ના લાગે તેની કાળજી રાખી. ત્યાં સુધીમાં પાકિસ્તાનની સેના આવી જતા તેમને પકડી પાડ્યા.પાકિસ્તાની આર્મી દ્વારા વારંવાર સવાલો પૂછવામાં આવ્યા છતાં અભિનંદન ડર્યા વિના કોઈ પણ જાણકારી આપવાનો ઇન્કાર કરી દીધો.આવા વીર જવાન પર દરેક ભારતીયને ગર્વ છે.અભિનંદન જલ્દી થી જલ્દી ભારત પાછા ફરે એવી પ્રભુને પ્રાર્થના.જય હિન્દ .

Advertisement

Share

Related posts

હૈં..માં,મારો શુ વાંક,? તું પરત આવી જા હું સિવિલમાં જ છું, અંકલેશ્વરના મોટા કરારવેલ પાસેથી તાજું જન્મેલ બાળક મળી આવતા ચકચાર,૧૦૮ દ્વારા બાળકને સારવાર અર્થે ભરૂચ સિવિલ ખસેડાયો..!!

ProudOfGujarat

ડેડીયાપાડા: બાળકોનું ભાવિ અંધકારમાં : ખુરદી ગામે આવેલી 1 થી 8 ધોરણની પ્રાથમીક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં ..!

ProudOfGujarat

સાવિત્રી ફુલેજીની ૧૯૧ મી જન્મજયંતી નિમિત્તે વ્યારા ખાતે ફુલે દંપતીની તસવીરનું અનાવરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!