ભરૂચ જિલ્લાના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે ત્યારે તેઓ હવે પોતાની સમસ્યા પણ રજૂ કરી શકે તેવી પરિસ્થિતિ જણાતી નથી.આ બાબતને સાબિત કરતી ઘટના તારીખ ૨૭-૨-2019ના રોજ બની હતી.જે અંગેની સીલસીલાબંધ વિગતો જોતા અર્ધ શિયાળું પાક એવા મગનું વાવેતર ભરૂચ જિલ્લાના વાગરા અને આમોદ તાલુકામાં સૌથી વધુ કરાય છે.આ વર્ષે પણ છ હજાર હેક્ટર જેટલી જમીનમાં અર્ધ શિયાળુ મગનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ કોઇક કારણોસર મગ ખરીદી કેન્દ્ર વાલિયા ખાતે અપાયું જે યોગ્ય નથી તે અંગે ખેડૂતોએ આવેદનપત્ર પણ પાઠવ્યું પરંતુ તંત્ર દ્વારા કોઈ હકારાત્મક અભિગમ ન અપનાવાયો.બીજી બાજુ દિવસો વીતતા ગયા ખેડૂતો ઓનલાઇન રજિસ્ટ્રેશન ન કરાવી શક્યા.મગની ખરીદી ન થાય તો હજારો ખેડૂતોના કુટુંબો ભૂખે મરે આખરે ન સેહવાતા ખેડૂતોએ અખિલ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ટ્રેક્ટર અને ટ્રેલર સાથે વાગરા થી કલેક્ટર કચેરી સુધી કૂચ કરી પરંતુ કેટલાક કારણોસર ખેડૂતોની ટ્રેક્ટર અને ટ્રેલરોનો આ કાફલો શ્રવણ ચોકડી ખાતે રોકાઈ ગયો અને ત્યાં જ ખેડૂતો બેસી ગયા.ધીમે-ધીમે ટ્રાફિકજામ થવા માંડ્યું બંને દિશામાં ટ્રાફિક જામની સમસ્યા ઘેરી બની શ્રવણ ચોકડી થી પાંચબત્તી તરફ આવવું લગભગ અશક્ય થઈ ગયું.કલાકો સુધી આ પરિસ્થિતિ રહેતા આખરે પહેલા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો તે પહેલા સમજાવટ કરી પરંતુ ખેડૂતોએ નારા લગાવ્યા અને ટ્રાફિકની સમસ્યા વધુ વકરી તેથી પોલીસે ના છૂટકે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો.ત્યારબાદ કલેક્ટર અને ખેડૂતોના પ્રતિનિધિઓ વચ્ચે વાતાઘાટોની શરૂઆત થઈ તે હજી ચાલી રહી છે.સાંજે ૬:૩૦ સુધી વાતાઘાટો ચાલી રહી છે. દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણાએ જણાવ્યું કે ખેડૂતોની સમસ્યા અંગે સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાવા જોઈએ જે ન લેવાતા આવી પરિસ્થિતિનું સર્જન થાય છે જેને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડી નાખે છે.
વાગરા અને આમોદના ટ્રેક્ટર લઇને આવેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરાયો જાણો ક્યાં? અને ક્યારે?
Advertisement