તાજેતરમાં વાયુ સેનાના સૈનિકોના પરાક્રમ બાદ ભરૂચ જિલ્લાના રહીશોમાં ખૂબ આનંદની લાગણી વ્યાપી ગઈ છે તેમ છતાં લોકો શહીદોની શહાદતને ભૂલ્યા નથી.શહીદોના કુટુંબીજનોને સહાય કરવા અર્થે ભરૂચ પંથકમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આવા કાર્યક્રમોમાં એકત્રિત થયેલ ફંડ શહીદોના કુટુંબીજનોને આપવામાં આવશે.આ અંગે વધુ વિગત જોતા આવનાર તા.૨-૩-૨૦૧૯ના શનિવારે ઝાડેશ્વર સાઈ મંદિરની બાજુમાં ” એક શામ શહીદો કે નામ ” ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.પાવનરાજ યુવા સંગઠન ભરૂચ,અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા,વીર શહીદ સેવા સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે વીરાંજલી નામે ડાયરાનું આયોજન કરાયું છે.જેમાં લોક ગાયક ઉમેશ બારોટ,જીગ્નેશ કવિરાજ,અભેસિંહ રાઠોડ,ડો.રણજીત વાંક ડાયરામાં શહીદોને સ્વરાંજલિ અર્પશે.આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે એકત્રિત થયેલ તમામ ફંડ શહિદોના પરિવારજનોને સહાય રૂપે આપવામાં આવશે.આયોજકો તરફથી શહીદોના પરિવારજનો ભરૂચ ખાતે ઉપસ્થિત રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.આ પત્રકાર પરિષદમાં યુવરાજભાઈ બારોટ,મહર્ષિ સોની,ભાવેશભાઈ પંડિત,નીરવભાઈ પારેખ,સમીર બારોટ,હસમુખભાઈ પટેલ,મૌલિન પારેખ ઉપસ્થિત રહ્યા હતા.
પુલવામાંમા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો ભરૂચમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના જાણો ક્યાં અને ક્યારે?
Advertisement