આજરોજ વહેલી સવારથી જ ભરૂચ પંથકમાં ભારતીય વાયુ સેનાના પરાક્રમ અંગે જનતામાં આનંદ અને જોશની લાગણી જણાઈ રહી હતી.સમગ્ર ભરૂચ જિલ્લા અને નગરમાં ઠેર ઠેર ફટાકડા અને આતશબાજી ફોડવામાં આવી હતી.લોકો સડક પર ઉતરી આવ્યા હતા.મીઠાઈ વહેંચી વાયુ સેનાના સૈનિકોના મહા-પરાક્રમને વધાવી લેવામાં આવ્યું હતું.તે સાથે પાકિસ્તાનના ધ્વજ રસ્તા પર ચિત્રી તેની પર રાહદારીઓ અને વાહનો પસાર થયા હતા.વહેલી સવારથી શરૂ થયેલા ઉમંગનું વાતાવરણ આવનારા દિવસો સુધી યથાવત રહે તેમ જણાઈ રહ્યું છે.
Advertisement