Proud of Gujarat
FeaturedGujarat

108 ઇમરજન્સી સેવાના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું…

Share

ભરૂચ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ વારંવાર પ્રામાણિકતાના ઉદાહરણ પૂરા પાડ્યા છે.અકસ્માતોના બનાવોમાં દર્દીઓના ગજવામાંથી ઘણી ચીજવસ્તુઓ મળી આવતી હોય છે જેને ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પરત કરતા હોય છે.

જેમ કે તાજેતરમાં ખરોડ પાસે ટ્રક અને મોટરસાયકલના અકસ્માતમાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ કોસંબામાં રહેતા રવિ શર્માને ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.રવિભાઈના ગજવામાંથી રોકડ અને સોનાના દાગીના મળી એક લાખ રૂપિયાની મતા હતી.જે ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ પ્રામાણિકતા દાખવી રવિભાઈના સગા-સંબંધીઓને પરત આપી એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisement

Share

Related posts

અભિનેત્રી કાવ્યા થાપરની પ્રથમ ફિલ્મ મિડલ ક્લાસ લવની સફળતા બાદ ગુરુજીના આશીર્વાદ લેવા અને લંગર ચઢાવવા અનંતધામ દેહરાદૂન પહોંચી.

ProudOfGujarat

અંકલેશ્વરની આમલાખાડી પર બુલેટ ટ્રેનનાં કોન્ટ્રાક્ટરો દ્વારા પાઇપો નાંખી પાણીને અવરોધ રૂપ રસ્તો બનાવતા પ્રજાને હાલાકી

ProudOfGujarat

વડોદરામાં સિંધરોટ રોડ પર ઇકો કારમાં આગ ભભૂકી ઉઠતા ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!