બે આરોપીઓ ઝડપાયા
મકાન બંધ કામ અર્થે વપરાતા કોન્ક્રીટ પંપની તાજેતરમાં મનુબર ચોકડી ખાતે ચોરી થઇ હતી જે બાબતે બી ડીવીઝન પોલીસે બાતમી નાં આધારે બે આરોપીઓ ઝડપાયા હતા.તેમજ મુદ્દામાલ પણ સુરત જિલ્લામાંથી જપ્ત કરાયો હતો. આ બનાવ અંગે વિગત વાર જોતા ભરૂચ જીલ્લા પોલીસ વડા સંદીપ સિંહ ની સૂચના અને ડી.વાય.એસપી એન.ડી ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન નાં પી.આઈ એન.આર.ગામીત તથા પો.સ.ઈ જે.વાય પઠાણ તથા સર્વેલન્સ સ્ટાફના અ.હે.કૉ બળવત ભાઈ શંકર ભાઈ, શોકતભાઈ, અબ્દુલભાઈ, પો.કો ધર્મેન્દ્ર કુમાર બાબુલાલ, તેમજ રાજદીપ વિરદેવ સિંહ, દેવરાજ ભાઈ સંગ્રામ ભાઈ, હિતેશભાઈ મનહરભાઈ, વગેરેને મળેલ બાતમીના આધારે સેની કંપનીનો કોન્ક્રીટ પંપ જેની ચોરી મનુબર ચોકડી ભરૂચ ખાતે થી થઇ હતી તેણે ગામ બરેલી કરોદ્રા જીલ્લો સુરત ખાતેથી શોધી બનાવ અંગે બ એઆરોપી ની અટક કરેલ છે. આ અંગે વધુ જોતા ફરીઓયાડી મહમદ અબ્રાહમ હનીફ અસામડી રહે. વસીમ વિલા સોસાયટી નું મકાન બંધ કામ અંગે કોન્ક્રીટ પંપ મનુબર ચોકડી પાસે પડેલ હતો. સેની કંપનીનું કોન્ક્રીટ પંપ જેની કિંમત ૧૫ લાખ થાય છે તે કોઈ ચોર ઇસમો ચોરી ગયા હતા. આ અંગે ટોલ ટેક્ષ નાં સી.સી.ટીવી ફૂટેજની તપાસ કરતા આરોપ અજય કુમાર જણાયો હતો. જેની તપાસ કરતા અજય શંભુ યાદવ ઉ.વ ૨૨ મૂળ રહે. ગાવ મારન્ગા જીલ્લા પુન્યા બિહાર હાલ રહે. લક્ષ્મી નારાયણ કંપની પાસોદરા પાટીયા સુરત અને વિકાસ કુમાર ઉમેશ મંડળ ઉ.વ ૨૧ ગાવ કેતારી જીલ્લા પુન્યા બિહાર હાલ રહે. કડોદરા ગીત-ગોવિત સોસાયટીની સાઈટ પર ને સુરતને ઝડપી પાડેલ છે અને ચોરીમાં ગયેલ સેની કંપનીનો કોન્ક્રીટ પંપ ગાવ બરેલી કડોદરા જીલ્લા સુરત ખાતેથી જપ્ત કરવામાં આવેલ છે. આ અંગે ની તપાસ બી ડીવીઝન પોલીસ કરી રહી છે.