મળસ્કાના સમયે વાયુસેનાએ આતંકવાદને નાશ કરવા કરેલ કાર્યવાહીના પગલે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાતમા હાઈ -એલર્ટ ડિક્લેર કરવામાં આવેલ છે .આ અંગે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીમાંથી અપાયેલ આદેશ મુજબ આજે વહેલી સવારે ભારતીય વાયુસેના દ્વારા સરહદી વિસ્તારમાં થયેલ આતંકવાદી વિરોધી કાર્યવાહીના સંદર્ભે તમામ એકમોને હાઈ -એલર્ટ પર મૂકવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.જેથી ભરૂચ જિલ્લામાં પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે અને ભરૂચ જિલ્લાની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લાની સરહદે સમુદ્ર હોવાના પગલે તેમજ ઔદ્યોગિક હબ હોવાના કારણે ભરૂચ જિલ્લાનું મહત્વ ઘણું વધી જાય છે જેથી ભરૂચ જિલ્લામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત હોવાનું જાણવા મળેલ છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
Advertisement