ભરૂચ જિલ્લામાં સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર સંખ્યામાં રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.આ ઉપરાંત દિન-પ્રતિદિન રક્તદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.રમા ગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના રશ્મિકાંત કંસારા અને બીજા અનેક ટ્રસ્ટો ભરૂચ જિલ્લા રેલવે પાસ હોલ્ડર એસોસિએશન સહિતના 90 કરતાં વધારે ટ્રસ્ટો અને સંગઠનો નિયમિત રીતે વર્ષમાં એક કરતાં વધારે વખત રક્તદાન કેમ્પોનું આયોજન કરે છે.જેના પગલે રેકોર્ડબ્રેક રક્ત યુનિટ એકત્રિત કરાય છે.સાથે-સાથે રક્તદાતાઓની સંખ્યામાં પણ એકધારો વધારો થઈ રહ્યો છે એટલે સુધી કે કેટલાક સમાજમાં જેવા કે સૌરાષ્ટ્ર વિસ્તારના ભરૂચમાં વસતા કેટલાક સમાજના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ બેઠકમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે.આમ ભરૂચ જિલ્લો રક્ત એકત્રિત કરવામાં અને તેથી લોકોના જીવ બચાવવામાં સદાય અગ્રેસર રહે છે.જે નોંધપાત્ર બાબત છે.
વિવિધ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કે અન્ય કાર્યક્રમોના સમયે યોજાતા રક્તદાન કેમ્પો.રક્તદાન કેમ્પ અને રક્તદાતાઓની સંખ્યામાં ભરૂચ જિલ્લો અગ્રેસર…
Advertisement