ઇસ્કોન સંસ્થા દ્વારા ભરૂચ ખાતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રથયાત્રામાં હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા સમગ્ર શહેરના રસ્તાઓ ઉપર દોરડા વડે હાથથી ખેંચી રથયાત્રા યોજાઈ હતી જેમા હરિભક્તોએ વિવિધ ધૂનો સાથે રમઝટ જમાવી હતી.
ભરૂચના જૂના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ કોલેજની સામેથી રથયાત્રા પ્રસ્થાન થઇ હતી જે શીતલ સર્કલ થઈ કસક અને ત્યાંથી ઝાડેશ્વર પહોંચશે. રાત્રિના સમયે રથયાત્રાના ઉપલક્ષમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે.વિદેશથી આવેલા હરિભક્તોએ જણાવ્યું હતું કે હરીભક્તિમાં સર્વસંપતિનો આનંદ અને મનની શાંતિની ભાવના ઉજાગર થાય છે.રથયાત્રા અંગે અગાઉ યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે આતંકવાદનો ઉકેલ આધ્યાત્મિક વિકાસથી થઈ શકે જેમાં સ્વવિકાસ કરતા સમાજ વિકાસને મહત્વ આપવામાં આવે છે.
Advertisement