તાજેતરમાં ઝઘડિયા જીઆઈડીસી પંથકમાં એક GEB ના કર્મચારીને વીજ-કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ભરૂચના દક્ષિણ ગુજરાત વિદ્યુત કંપનીના અધિકઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં વિદ્યુત કામદારો જાનના જોખમે કામ કરતા હોવાનું જણાવાયું છે.તેમજ આ અંગે મેનેજમેન્ટ અને ઉચ્ચ અધિકારીઓની ફરજ છે કે કામદારોને જરૂરી સલામતીના સાધનો પૂરા પાડે પરંતુ આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.ત્યારે તાજેતરમાં બનેલા પ્રાણઘાતક કિસ્સામાં રાજેશ.પી.વણકર દ્વારા ફક્ત બે કર્મચારી હોવા છતાં અર્થીંગ કરી સલામતી માટે પૂરતું ધ્યાન રાખેલ છે તેમ છતાં તેમણે બે બાજુ અર્થિંગ નહીં કરેલા હોવાનું જણાવી ખોટી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે.આવેદનપત્રમાં જણાવેલ છે તે મુજબ જ્યારે કર્મચારીને કંપની દ્વારા એક જ અર્થીંગ રોડ આપેલ છે તો બે બાજુથી ક્યાંથી અર્થીગ કરે ? કંપનીના G.S.O ચાર પ્રમાણે પેટા વિભાગીય કચેરીમાં બે લાઈન ઇન્સ્પેક્ટર હોવા જોઈએ જ્યારે ઇન્ડસ્ટ્રીયલ સબડિવિઝનમાં એક પણ લાઇન ઇન્સ્પેક્ટર નથી આવી વિગતો આવેદનપત્રમાં જણાવી રાજેશભાઈ વણકર લાઇનમેનના ફરજ મોકૂફી ઓર્ડરને રદ કરવા માંગ કરવામાં આવી છે.