GSTના ઇન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા હોવાનો બનાવ બન્યો હતો જેની વધુ તપાસ લાંચરૂશ્વત ખાતા દ્વારા કરાતા વધુ ત્રણ આરોપીઓ પણ ઝડપાયા હોવાની માહિતી સાંપડી રહી છે.
આ અંગે વધુ વિગતે જોતા ભરૂચના આર.કે.હેબિટેડ ઝાડેશ્વર ભરૂચ ખાતે રહેતા GST ઇન્સ્પેક્ટર રાકેશ સીતારામ પ્રસાદ રૂપિયા 1.35 લાખની લાંચ લેતા ઝડપાયા હતા.આ અંગે વડોદરા લાંચરૂશ્વત વિરોધી શાખાએ છટકુ ગોઠવી રાકેશને રંગેહાથ ઝડપી લીધો હતો ત્યારબાદ તેની વધુ તપાસ કરતા દિનેશ,મોહિત અને મહેન્દ્ર એમ ત્રણ આરોપીઓ ઝડપાયા હતા. દહેજ સેઝ વનમાં આવતા જતા સ્ક્રેપના જંગી માલસામાન અંગે GST ઇન્સપેક્ટરે લાંચ માંગી હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે. જોકે હજી લાંચરૂશ્વત વિરોધી શાખા દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
આ પ્રકરણના પગલે ભરૂચ જિલ્લામાં હડકંપ ફેલાઈ ગયો છે.વિવિધ સરકારી અમલદારો જે લાંચ લેવા ટેવાયેલા છે તેવો પણ આ બનાવના પગલે સ્તબ્ધ થઇ ગયા છે.