ભરૂચ શહેરના મુખ્ય માર્ગ (સ્ટેશન રોડ) મહાત્મા ગાંધી રોડ પર આવેલ વસંતમિલની ચાલના ઢોળાવ પાસે, ભરૂચ ખાતે આવેલી “મહેદવિયા વિદ્યાભવન” વિદ્યાર્થીઓને ખેતીવાડી અંગેનું જ્ઞાન મળે તે હેતુથી તેમનો તારીખ 21-2-2019ના રોજ કૃષિયુનિવર્સિટીના પ્રવાસનું આયોજન કરાયું હતું.
જેથી વિદ્યાર્થીઓને કૃષિપાક,અનાજ,શાકભાજી તથા અન્ય વનસ્પતિનો ઉછેર કઈ રીતે કરવો તથા તેમની જાળવણી કઈ રીતે કરવી તે અંગેની માહિતી તથા શિક્ષણ મળી રહે અને આગામી દિવસોમાં ઝાડ,પાન તથા વૃક્ષોની પર્યાવરણ તથા જનજીવન પર શી અસર થાય છે તે બાબતો જાણવા મળે અને આવનારી પેઢી ફરીથી પર્યાવરણમાં ઓછી થઈ રહેલી ઝાડ,પાન તથા વૃક્ષોનો ઉછેર કરવા માટેનો અભિગમ જાળવે. જેથી આવનારા ભવિષ્યમાં પર્યાવરણ સમતુલા જળવાઈ રહે. આ પ્રવાસમાં ડો.રાકેશ ધંધુકિયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
“વધુ વૃક્ષો વાવો તેનું જતન કરો અને સુખ શાંતિ પ્રાપ્ત કરો”