ભરૂચ નગર અને આજુબાજુના વિસ્તારોમાં એકટીવા,સ્કૂટી અને મોટરસાઇકલની ઉઠાંતરી થવાની શરૂઆત થઈ ચૂકી છે. એક પછી એક આવા બનાવો બની રહ્યા છે પરંતુ તે પૈકીના માત્ર ગણતરીનાજ બનાવો પોલીસ ચોપડે નોંધાઇ છે બાકીના કેટલાક બનાવોમાં વાહનના માલિકો પોલીસ સ્ટેશનના ધરમ ધક્કા અને આંટાફેરા ખાવા પડશે તેવું વિચારીને પોલીસ ફરિયાદ નોંધાવતા નથી. જ્યારે કેટલાક બનાવો એવા પણ બને છે કે જેમાં માત્ર અરજીઓ લેવામાં આવે છે ખાસ કરીને જુના ભરૂચના વિસ્તારોમાં વાહન ઉઠાંતરીના બનાવો વધુ બને છે સાંકડી ગલીના કારણે કેટલાક વાહનચાલકો પોતાના વાહનો નિવાસ્થાનથી થોડે દુર મૂકતા હોય છે ત્યારે આવા વાહનોની ઉઠાંતરીના બનાવો વધુ બને છે. આજરોજ સ્ટેશન થી પાંચબત્તી સુધીના રસ્તા પર આવેલ બે શોપિંગ સેન્ટરો પાસેથી એક સ્કૂટી અને એક એકટીવા એમ બે વાહનોની ઉઠાંતરી કરવામાં આવી હતી.આ બંને બનાવો અંગે હાલ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.
સાવધાન સાવધાન ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાંથી મોપેડ અને એકટીવા તેમજ મોટરસાયકલની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય.આપનું વાહન સંભાળવા માટે જરૂરી વ્યવસ્થા કરવી…
Advertisement