ભરૂચની ઇસ્કોન શાખા દ્વારા સતત પાંચમા વર્ષે શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન તારીખ 23-2-2019 ના રોજ શનિવારે કરાયું હતું. આ રથયાત્રાની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. રથયાત્રામાં દેશ-વિદેશથી હજારો કૃષ્ણ ભક્તો અને ભરૂચના સ્થાનિક ભક્તો ઉપસ્થિત રહેશે.
શ્રી શ્રીમદ્દ એ.સી.ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ જેઓ ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય છે તેઓએ વર્ષ 1970માં પ્રથમ રથયાત્રા અમેરિકામાં આયોજિત કરી હતી ત્યારબાદ વિશ્વમાં સતત રથયાત્રાનું આયોજન કરાય છે પત્રકાર પરિષદમાં કહેવાયું હતું કે આતંકવાદનું મૂળ ધાર્મિક અંધાધૂધતા છે. ધર્મનો વાસ્તવિક અર્થ એ છે કે ભગવાન શ્રી જગન્નાથ સંપૂર્ણ જગતના સ્વામી છે બધા મનુષ્ય અને જીવો તેમના દાસ છે. શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા ગીતામાં ઘણી વાતો કહેવાય છે જેમ કે કળિયુગમાં લોકો ભગવાનની સંપત્તિને પોતાની ગણી કલહ અને કલેશના શિકાર બને છે ભગવાન જગન્નાથ સંપૂર્ણ વિશ્વનું પાલન પોષણ કરે છે જેમ એક પિતા સંતાનોનું કરે છે ભગવાન જગન્નાથે તમામ જીવ આત્માઓ માટે વ્યવસ્થા કરી છે પરંતુ ભગવાનની આ પૂર્ણ વ્યવસ્થાની અપૂર્ણ સમજ વ્યક્તિગત,પારિવારિક,સામાજિક અને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક આતંકવાદમાં પરિણમે છે તેથી ભગવાન શ્રીકૃષ્ણને અને તેમની લીલાને સમજવાની જરૂર છે. રાવણવધ બાદ આ કળિયુગમાં હરે કૃષ્ણા આતંકવાદનું વધ કરવા એક સમર્થ શસ્ત્ર છે.
ઇસ્કોનની રથયાત્રા તારીખ 23-02-2019ના શનિવારે હરિ પેટ્રોલપંપ કોલેજ રોડ થી બપોરે ૩ વાગે શરૂ થઇ ઝાડેશ્વર થઇ કે.જી.એમ હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે ત્યાં ભજન-કીર્તન ભગવાન જગન્નાથના પ્રાગટ્ય પર અદભૂત નાટક પ્રવચન દર્શનના કાર્યક્રમ યોજાશે એમ વામનદેવ દાસ(વિરલ પટેલ) ઇસ્કોન ભરૂચ અધ્યક્ષે જણાવ્યું હતું.