ભરૂચ
ભરૂચ એસ ટી ડિવિઝનના ૧૪૦૦ કરતા વધુ કર્મચારીઓએ હડતાલ કરતા ભરૂચ અને નર્મદા જિલ્લાની ૩૫૦ કરતા વધુ એસ ટી બસોના પેડા થઁભી ગયા હતા.
મળતી માહિતી મુજબ ભરૂચ ડિવિઝનની ૨૩૦૦ કરતા વધુ ટ્રીપો એસટી ટ્રીપો પ્રભાવિત થતા ૪૫૦૦૦ કરતા વધુ મુસાફરો પ્રભાવિત થયા હતા જેના પગલે એસ ટી તંત્રને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું એસ ટી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો જેમાં પગાર વધારો ,કામકાજના કલાકો ,બઢતીના નિયમો વગેરેનો સમાવેશ થાય છે હડતાલ કરતા પહેલા એસ ટી ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરવી ,ધરણા ,સુત્રોચાર જેવા પગલાં લઈ વિરોધ પ્રદર્સન કર્યું હતું તેમ છતાં માંગણી ન સંતોષાતા છેવટે હડતાલનું શસ્ત્ર ઉગામાયું હતું.
Advertisement