આજરોજ ભરૂચ BSNL Officeના કર્મચારીઓ પોતાની કેટલીક માંગણીઓ ના નિરાકરણ માટે આજથી ત્રણ દિવસની હડતાલ ઉપર ઉતર્યા છે જેમાં તેમની માંગણીઓ નીચે મુજબ છે .
(1) ૧૫% ફિટમેન્ટની સાથે 3rd રીવીઝનનું નિરાકરણ .
(2) BSNL મેનેજમેન્ટની કેટલાક સમયથી માંગણી છે કે 4G સુવિધા BSNLને પ્રોવાઈડ કરવી પરંતુ અત્યાર સુધી આ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી.
(૩) ૧-૧-૨૦૧૭ થી BSNL રિટાયર્ડના પેન્શનનું રીવીઝન કરવું તથા માનનીય સંચાર રાજ્ય મંત્રી દ્વારા પેન્શન રીવીઝન નું PAY રીવીઝનથી પૃથક્કરણ કરવાનું આશ્વાસન આપેલ તેનું પાલન કરવામાં આવે .
(4) BSNL દ્વારા પેન્શન કોન્ટ્રીબ્યુશનની ચુકવણી સરકારના નિયમ અનુસાર થાય.
(5) 2nd PAY રીવીઝન કમિટીના બાકી મુદ્દાઓનું નિરાકરણ કરવું.
(6) BSNLની ભૂમિ પ્રબંધન નીતિનું કોઈપણ પ્રકારની રાહ જોયા વગર તરત જ અનુમોદન કરવું.
(7) BSNLની સ્થાપના સમયે લીધેલા નિર્ણયો અનુસાર નામ પરિવર્તન અને બધી સપંત્તિ BSNL ને સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી તરતજ પૂર્ણ કરવામાં આવે.
(8) BSNL ની સ્થાપના સમયે ગ્રુપ ઓફ મિનિસ્ટર દ્વારા લીધેલા નિર્ણયો અનુસાર BSNLની વિત્તીય જીવંતતા સુનિશ્ચિત કરવી.
(9) BSNL ને બેંક થી ઋણ લેવા પ્રસ્તાવ હેતુ “લેટર ઓફ કમ્ફર્ટ” રજુ કરવો.
(10)BSNL ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ને બધા ખાલી પડેલા પદો પર તરત નિમણુંક કરવી.
(11)BSNL ને જે મોબાઈલ ટાવર્સને આઉટસોર્સીંગના માધ્યમથી સંચાલન તથા રખરખાવનો પ્રસ્તાવ રદ(scrap) કરવામાં આવે.
આ બાબતે એવું માનવામાં આવે છે કે BSNL દવારા છેલ્લા કેટલાક સમયથી 4G સ્પેક્ટર્મ ની માંગણી કરવામાં આવી હોવા છતાં પણ તેને મંજૂરી આપવામાં આવી નથી જેને કારણે BSNL ની સીમકાર્ડ ધરાવતા ઉપભોગતાઓ 4g સુવિધાથી વંચિત રહ્યા છે.
જયારે અન્ય કૅમ્પનિયો દવારા 5G ની તૈયારી કરી રહ્યા છે તેવા સમયે BSNL 4g સ્પેક્ટર્મ અપડેટ ન કરાવી અન્ય કંપનીઓને સીધેસીધો ફાયદો થઈ રહ્યો હોવાનું જણાય રહ્યું છે.