ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ જસુબેન પઢીયારના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી છીપરાં આંગ્રે તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમા તારીખ 16-2-2019 ના રોજ મળેલી કારોબારીમાં રજૂ થયેલ અંદાજપત્રમાં જિલ્લા પંચાયત સ્વભંડોળની તેમજ અન્ય નાણાકીય બાબતો મળી વર્ષ 2019-20 વર્ષનું રૂપિયા 32.58 કરોડ પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું. પંચાયત અને વિકાસ ક્ષેત્રના તેમજ સમાજ કલ્યાણ ક્ષેત્રે કુલ ૯૫.95 લાખની જોગવાઈ કરવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિના UPSC,GPSC પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પુસ્તક સહાય તેમજ SC/ST વિસ્તારમાં ગટર લાઈન અને રસ્તાના કામો તેમજ સિંચાઈ ક્ષેત્રે રૂપિયા ૧૦૮.૫૦ લાખની જોગવાઈ અને બાંધકામ ક્ષેત્રે રૂપિયા 11.43 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. આ સામાન્ય સભામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે પાંચલાખ રૂપિયાની સહાય કરવામાં આવેલ છે.
ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. તમામ કામો સર્વાનુમતે મંજૂર, શહીદો માટે રૂપિયા ૫ લાખ સહાયની જાહેરાત…
Advertisement