ભરૂચ નગરના પાંચબત્તી વિસ્તારમાં આવેલ રંગઉપવન શોપિંગ સેન્ટર,મિલેનિયમ માર્કેટ તથા જગદીશન શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓએ આજરોજ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ત્રણે શોપિંગ સેન્ટરો બંધ થતાં પાંચબત્તી વિસ્તારમાં આજરોજ ધંધા-રોજગાર ઠપ થઇ ગયા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. વેપારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે.
Advertisement