Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના ઉપક્રમે ધરણા અને શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો…

Share

તાજેતરમાં પુલવામાં વિસ્તારમાં થયેલ આતંકવાદી હુમલા ના બનાવમાં ૪૪ જવાનો શહીદ થયા સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ જણાઈ રહ્યું છે વિશ્વમાં મોટાભાગના દેશોએ આવા આતંકવાદી ઘટનાને વખોડી નાખી આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સ્પષ્ટ થતા આ બાબતે પાકિસ્તાન સામે ફીટકારની લાગણી વ્યક્ત કરેલ છે વડાપ્રધાન નરેદ્ર મોદીએ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છેકે બદલો લેવામાં આવશે હાલ જયારે સમગ્ર દેશમાં શોકની લાગણી જણાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગતરોજ કેન્ડલ માર્ચ કરી અને આજે શક્તિનાથ સર્કલ પાસે ધરણા કાર્યક્રમ યોજી શહીદોને શ્રધાંજલિ અને તેમના કુટુંબીજનોને સહાનુભૂતિની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મઁત્રી મનશુખ માંડલિયા ,પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ,સાંસદ મનસુખ વસાવા જિલ્લા મહામંત્રી ધર્મેશ ભટ્ટ અને ધર્મેશ મિસ્ત્રી ,દિવ્યેશ પટેલ ,શહેર પ્રમુખ મહેંદ્ર કંસારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર તાલુકા પોલીસે પાનોલી જી.આઈ.ડી.સી માંથી ચોરી થયેલ ટ્રક સાથે એક ઇસમની અટકાયત કરી.અન્ય એક ઇસમ ફરાર…

ProudOfGujarat

તળાજા તથા ઉમરાળા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૬માં જાલી નોટના ગુન્હાઓમાં વોન્ટેડ મુખ્ય સુત્રધારને બિહારમાંથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. તથા એ.ટી.એસ. ગુજરાત

ProudOfGujarat

પાંડુરંગ શાસ્ત્રીજી ના જન્મદિનની ચાંદોદના માંડવા ખાતે ભવ્ય ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!