અયોધ્યા નગરમા આશરે રૂપિયા ૨લાખ ઉપરાંત ની મતાની ચોરી થતા સનસનાટી
ભર બપોર ના અરસામા થયેલ ચોરી
ભરૂચ નગરના સદાએ વહાન વ્યવહારથી ધમધમતા એવા અયોધ્યા નગર ખાતે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું અને રૂપિયા ૨ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી હતી. આ અંગે સાંજે ૬ વાગ્યા સુધી પોલીસ ફરીયાદ નોંધાઈ નથી. મોડી રાત્રે પોલીસ ફરીયાદ નોંધાય તેવી સંભાવના જણાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે અયોધ્યા નગર મકાન નં-૩૧૩૦ મા રહેતા જશવંત મગળભાઈ આજે તા.૧૯-૦૩-૨૦૧૮ ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકના અરસામા પોતાનુ મકાન બંધ કરી દરવાજાને તાળુ માળી ને મોઢેશ્વરી પાસે આવેલ દુકાનમા ગયેલ હતા એ અરસમા આ ચોરીનો બનાવ બન્યો હતો જેમા તસ્કરોએ દરવાજાનુ તાળુ તોડી ઘરમા પ્રવેશી તિજોરી તોડી અંદર મુકેલ ૨ સોનાની ચૈન, ૨વીટી, ૨ જોડી બુટ્ટી, ૪ સોનાની જળ, ત્રણ પેંડલ, અને ૨૦ હજાર રોકડા મળી કુલ ૨લાખ કરતા વધુ રુપિયાની મત્તાની ચોરી કરી હોવાનુ જાણવા મળેલ છે. તાજેતરમા મોઢેશ્વરી મંદિરમા અને મોબાઈલ શોપ મા થયેલ ચોરી નો ભેદ ખુલ્લવામા અને ચોર ને ઝડપી લેવામા ભરૂચ સીટી પોલીસ ને સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારે તસ્કરોએ આ બીજી ચોરી કરી પોલીસ વિભાગને ચેલેન્જ આપેલ