સામ સામે પોલીસ ફરીયાદ નબીપુર પોલીસ મથકે નોંધાઈ
ભરૂચ તાલુકાના ઉપરાલી ગામ ખાતે યોજાઈયેલ આર.એસ.એસ ના કાર્યક્રમા ભાગ લેવા જવા બાબતે મારામારી નો બનાવ બન્યો હોવાની માહીતી પ્રાપ્ત થઈ છે. નબીપુર પોલીસ તંત્ર ના જણાવ્યા અનુસાર અને ફરીયાદી ભુપેન્દ્ર સિંહ કનકસિંહ માત્રોજા રહે. ઉપરાલી પટેલ ફળીયાની પોલીસ ફરીયાદ મુજબ તા. ૧૮-૦૩-૨૦૧૮ ના રોજ રાત્રીના ૧૦ વાગ્યા ના અરસામા આરીફ, અબદૂલ, સિરાજ, યાસીન, ભુરો, ફૈયાઝ અને અન્ય ઈસમોએ એક સંપ થઈ ફરીયાદી તેમજ દિલિપ સિંહ અને ગોપાલસિંહ ને કોદારી અને લાકડી વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પીટમા લઈ જતા હેમરાજસિંહની મોટરકારના કાચ તોડી નાખ્યા હતા. જ્યારે આ બનાવ અંગે બીજી ફરીયાદ ઉપરાલીના અમિત કાભાઈ વસાવાએ નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે. જેમા આરોપી તરીકે ઉપેન્દ્ર, દિલિપસિંહ, અનિરૂધ્ધ સિંહ, હેમરાજ સિંહ માત્રોજા, મહેન્દ્ર સિંહ માત્રોજા વગેરે તમે લોકો આરીફ ને સાથ કેમ આપો છો એમ ફરીયાદીને જણાવેલ હતું. તેમજ મહીલાઓ સાથે અસભ્ય વર્તણ કર્યુ હતું. આ સાથે જાતિ વિષયક અપ શબ્દો પણ ઉચ્ચારયા હતા. આ બંને પોલીસ ફરીયાદ અંગે નબીપુર પોલીસ તપાસ કરી રહી છે.