વાગરા તલુકાના રહિયાદ ગામે રહેતા જમીન વિહોણા ખેડુતો ધ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર આજથી નવ વર્ષ પૂર્વે ઉધોગોમાટે તેઓની જમીન સંપાદન કરવામાં આવી હતી. છતા આજ દિન સુધી ખેડુત પરિવારજના લોકોને નોકરી આપવામાં આવી નથી. આ ઉપરાંત જી.એન.એફ.સી ના રહીયાદ પ્લાનટમાં ફરજ બજવતા લેન્ડ લુર્ઝરસ કર્મચારીઓ અમદાવાદ બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જી.એન.એફ.સી કંપની લેન્ડ લુર્ઝર્સ ના વારસાદારોની ભરતી ન કરતી હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે જો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ન આવેતો તારીખ ૯ એપ્રિલથી રસ્તા રોકો આંદોલનો ની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
Advertisement