પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાના બનાવમાં શહીદ થયેલ જવાનો અને તેમના પરિવારો પ્રત્યે આજે તેમજ ગઇકાલથી જ ભરૂચના લોકોમાં લાગણીઓ જણાતી હતી. ભરૂચ જિલ્લાની શાળાઓમાં શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું એટલું જ નહિ પરંતુ સહકારી સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં પણ મૌન પાળવામાં આવ્યું હતું. ગત રોજ બનેલા બનાવના પગલે અને આતંકવાદી ઘટનાના તાર સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાના અહેવાલોના પગલે ભરૂચ જિલ્લામાં પાકિસ્તાન તરફ રોષની લાગણી જણાઈ રહી છે એટલું જ નહીં પરંતુ લોકો પાકિસ્તાનને બોધપાઠ પાઠવવા સરકાર દ્વારા કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ કરવામાં આવી હતી.
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા દરેક કર્મચારીને શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળી પછી ફરજ પર હાજર થવા આદેશ અપાતા કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.
Advertisement