Proud of Gujarat
INDIAFeaturedGujaratHealth

ભરૂચ સિટી 108 એમ્બ્યુલન્સ એ ફરી માનવતા મહેકાવી મહિલા તથા બાળકી નો જીવ બચાવ્યો.ચાલુ એમ્બ્યુલન્સ માં થઇ મહિલા ને પ્રસુતિ…….

Share

ભરૂચ સિટી 108 એમ્બ્યુલન્સ એ ફરી માનવતા મહેકાવી મહિલા તથા બાળકી નો જીવ બચાવ્યો.ચાલુ એમ્બ્યુલન્સ માં થઇ મહિલા ને પ્રસુતિ…….

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર 108 એમ્બ્યુલન્સ ને આજરોજ સવારે 9 વાગ્યા ના સુમારે કાવીઠા ગામ નો એક લેબર પેન નો કેસ મળ્યો હતો.
કેસ મળતા ની સાથે જ emt પ્રીતિ બેન ચનાવાળા અને પાઇલોટ કલ્પેશ ભાઈ તાબરતોડ 108 એમ્બ્યુલન્સ લઈ ને કાવીઠા ગામ ખાતે પહોંચી હતા.કાવીઠા પહોંચી ને emt પ્રીતિ દ્વારા મહિલા ની તપાસ કરી 108 એમ્બ્યુલન્સ લઈ ને ઝગડીયા સેવારૂરલ જાવા માટે રવાના થયા હતા..

Advertisement

દરમિયાન રસ્તા માં મૂલડ ચોકડી પાસે મહિલા ને અસહ્ય પ્રસુતિ ની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ ને રસ્તા ની સાઈડ પર ઉભી રાખી ને emt પ્રીતિ દ્વારા એમ્બ્યુલ્સ માજ ડિલિવરી કરવાનું નક્કી કર્યું હતું..108 એમ્બ્યુલન્સ ના emt પ્રીતિ દ્વારા અમદાવાદ ખાતે આવેલા 108 ના સેન્ટર માં બેસેલા ડોકટર નો સંપર્ક કરી ટેલિફોનિક વાત ચીત કરી મહિલા ની સફળ પ્રસુતિ એમ્બ્યુલ્સ માં જ કરાવી હતી,આ બનાવ ની ઘમભીરતા એ હતી કે સઘરભા મહિલા ને ફક્ત સાડા સાત મહીનેજ પ્રસુતિ થઈ ગઈ હતી પણ 108 એમ્બ્યુલન્સ ના emt પ્રિત બેન ની સમય સુચકતા અને ડોકટરો સલાહ થી મહિલા અને બાળકી બન્ને નો જીવ 108 ના કર્મચારી પ્રીતિ બેન એ બચવ્યા હતા અને સાહિસાલામ મહિલા અને બાળકી ને ઝઘડિયા સેવા રુલર ખાતે વધુ સારવાર માટે ખસેડયા હતા……………

અંત્રે નોંધનીય બાબત એ છે કે 108 એમ્બ્યુલન્સ ના આ મહિલા કર્મચારી પ્રીતિ બેન ચનાવાળા દ્વારા આજરોજ સુધી લઘભગ 15 થી વધુ વાર 108 એમ્બ્યુલન્સ માજ સફળ ડિલિવરી કરાવી ને માતા અને બાળકો ના જીવ બચવ્યા છે.આવા 108 એમ્બ્યુલન્સ ના કર્મચારી પ્રીતિ બેન ચના વાળા સન્માન ને પાત્ર છે…


Share

Related posts

રાજપીપલાની સરસ્વતી અને ઓમ ગૌરી બંને હોટલ પર એસ.ઓ.જી પોલીસની રેડ.

ProudOfGujarat

જંબુસર શહેરનાં જુદા જુદા સ્થળોએથી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા ભાજપ મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાના જેતપુર, વેરીસાલપુરા અને દેડીયાપાડાના આદિવાસીઓ માટે કેવડો રોજગારીનું સાધન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!