ભરૂચ સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું તા ૧૦-૨ વસન્તપચમીનારોજ આયોજન ……….
વસન્તપંચમીના દિવસે મહાન તપસ્વી ભૃગુ ઋષિએ ભરૂચ નગરની સ્થાપના કરી હતી .તા ૧૦ -૨ના વસંત પચમીના દિવસે ભરૂચ સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એફ એમ રેડીઓ દ્વારા સવારે વોલ પેંટીગ તેમજ સાંજે ૫ વાગે બિગબાઝાર સ્ટેશનરોડ પર અને સાંજે ૭ વાગે ઝાડેસ્વર રોડ આઇનોક્સ ખાતે કેક કટીંગ કરવામાં આવશે તેમજ ભરૂચ હેરિટેજ ફોરમ દ્વારા સવારે ભૃગુ ઋષિ મંદિર દાંડિયા બઝાર ભરૂચ ખાતે સવારે ૭ કલાકે પૂજન વિધિ તેમજ ફુગ્ગા છોડવામાં આવશે તેમજ એતિહાસિક સ્થળો જેવાકે ભૃગુઋષiમન્દિર સ્વામિનારાયણ મંદિર નથ્થુ થોભણદાસ કન્યા શાળા રતન તળાવ તથા કનેયાલાલ માણેકલાલ મુન્સીના ઘરની મુલાકાત લેવામાં આવશે તેમજ શ્રી ભાર્ગવ સમસ્ત પચ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભૃગુ ઋષિ મન્દિર ખાતે સવારે ૭.૩૦ કલાકે કેસર સ્નાન તેમજ ૯ કલાકે સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પ અર્પણ બપોરે ૧ થી ૩ જ્યોતિષાચાર્યનું સંમેલન સાંજે ૪ કલાકે લઘુરુદ્ર તેમજ ચિત્રસ્પર્ધા અને નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે