ગુજરાત રાજ્ય પ્રાથમિક આરોગ્ય કર્મચારી સંઘના આદેશ અનુસાર ભરૂચ પ્રાથમિક આરોગ્ય સંઘના કર્મચારીઓએ આજરોજ હડતાલ પાડી હતી. 400 કરતાં વધુ કર્મચારીઓએ હડતાલ પાડી હતી. કર્મચારીઓના સુત્રો ના જણાવ્યા અનુસાર તેમની 10 પડતર માંગણીઓના અનુસંધાને આ હડતાલ પાડવામાં આવેલ છે. જો કે હડતાલની સાથે કર્મચારિઓએ ગાંધીગીરી કરતાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
Advertisement