-પાલેજ સ્ટેશને પ્લેટફોર્મ ની લંબાઈ વધારવામાં અક્ષમ્ય વિલંબ નાં કારણે મુસાફરજનતા પરેશાન
પાલેજ તા.૫
લાંબા સમય થી પશ્ચિમ રેલવે નાં જાણીતાં પાલેજ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ની લંબાઈ વધારવાની કામગીરી ને મંજૂરી મળી ગઈ છે તેમ છતાં અહીં આજદિન સુધી પ્લેટફોર્મ ની લંબાઈ વધારવા માં નહિ અવતાં રોજિંદી એક્સપ્રેસ ટ્રેનો માં જતાં આવતાં મુસાફરો રેલવે પ્લેટફોર્મ નાં અભાવે મુશ્કેલી માં મુકાઈ રહ્યાં છે.
પાલેજ રેલવે સ્ટેશન ઉપર નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓ ને ઉપયોગી ભુજ બાંદ્રા સયાજીનાગરી એક્સપ્રેસ ટ્રેન નંબર ૧૮૯૧૧૬ અપ જ્યારે સવારે ૮-૨૮ મિનિટ પાલેજ રેલવેસ્ટેશન ઉપર આવી થોભે છે ત્યારે આ ટ્રેન નું એન્જીન આગળ નાં ભાગે રેલવે ફાટક બી.૧૯૭ કિસનાડ ફાટકે હોય છે.આ ટ્રેન સાથે ૨૨ થી વધુ કોચ જોડાયેલા હોય છે.જેનો છેલ્લો કોચ જે લેડીઝ કોચ છે અડધો કોચ રેલવે ફાટક બી.૧૯૮ થી પણ દૂર રેલવે કેબીન પાસે આવે છે અહીં મહિલા મુસાફરો ને કોચ માંથી ચઢવાનું ઉતારવાનું મુશ્કેલ પડી રહ્યું છે કરણ કે અહીં કોઈ પ્લેટફોર્મ નથી.આ પ્રમાણે રાત્રે ડાઉન માં સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેન ૮/૨૦મિનિટ નાં આવે છે ત્યારે કોચ રેલવે ફાટક બી.૧૯૭ થી ઘણો દૂર હોય છે આજ પ્રમાણે અન્ય ટ્રેનો જેવી કે ગુજરાત કવિન,ગુજરાત એક્સપ્રેક્ષ,૧૮-અપ સૌરાષ્ટ્ર જનતા ટ્રેન નાં કોચ પણ રેલવે પ્લેટફોર્મ પૂરું થઈ ગયા પછી દૂર હોય છે.જેને લઈ વારંવાર મહિલાઓ, સિનિયર સીટીઝન મુસાફરો તેમજ વિદ્યાર્થીનીઓ મુસીબત માં મુકાઈ રહી છે.
અહીં ના પ્લેટફોર્મ ની લંબાઈ વધારવા ની મજૂરી ને બે-બે વરસ થઈ ગયા છતાં કામગીરી હાથ ધરવા માં કેમ આવતી નથી? ઉપરાંત અન્ય રેલવે સ્ટેશન જેમ કે નબીપુર રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ની લંબાઈ વધારવા ની કામગીરી ગોકળગાય ની ગતિ એ ચાલું છે. રેલવે માં બાંધકામ ને લગતી કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી આપવાનું શરૂ કર્યું છે ત્યાર થી કામગીરી ધીમી ચાલી રહી છે. આ અંગે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ડી.આર.એમ ને ટ્વિટર દ્વારા રજુઆત કરાઈ હોવા છતાં તંત્ર મુસાફર જનતાની ફરિયાદ ઉપર કાન ધરતું ન હોઈ એમ લાગી રહ્યું છે
ઇમરાન મોદી- પાલેજ