વેજલપુર આદિવાસી વિસ્તારમાં અપૂરતી સુવિધા
ભરૂચ જિલ્લા કલેકટર ન. પા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું
ભરૂચ
ભરૂચ નગરના વેજલપુર ના આદિવાસી વિસ્તાર ની સમસ્યા અંગે સતીશ વસાવાની આગેવાનીમાં જિલ્લા કલેકટર ન. પા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવાયું છે કે વેજલપુરના બહુચરાજી ઓવારા હનુમાનજી મન્દિર ચોક અને અન્ય વિસ્તારોમાં ૫૦૦૦ કરતા વધુ આદિવાસીઓ વસવાટ કરી રહ્યા છે પરંતુ કોઈ જાતની પ્રાથમિક સુવિધાઓ નથી પૌષ્ટિક આહાર અને શિક્ષણ ની સુવિધાઓનો અભાવ છે આંગણવાડી દૂર છે અગાઉ એવું બન્યું હતું કે બે છોકરા ગુમ થયા હતા જે પેકી એક છોકરો એક દિવસ બાદ અને બીજો છોકરો અડધા દિવસ બાદ પરત આવ્યો હતો આ વિસ્તારમાં કુપોશણ ની સમસ્યા જણાઈ રહી છે આ બાબતે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આવેદન પત્ર પાઠવીએ છીએ અને આડીવાદીઓના પ્રશ્નો ના નિરાકરણ અંગે વિનતી કરીએ છીએ એમ આવેદન પત્ર માં જણાવાયું છે
વેજલપુર આદિવાસી વિસ્તારમાં અપૂરતી સુવિધા ભરૂચ જિલ્લા કલેકટર ન. પા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું
Advertisement