ભરૂચ-
ઘટના અંગે ની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના વડદલા નજીક નેશનલ હાઇવે ૪૮ પર બે કાર અને ટ્રેલર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેમાં ૬ થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે દ્વારા ભરૂચની સિવિલ હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં 2 ની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.અકસ્માત ના પગલે હાઇવે પર એક સમયે ટ્રાફિક જામ સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ પરિસ્થિતિ ને સભાળી હતી
Advertisement