બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ શહેરમાં અગાઉ ના દિવસોમાં આખલાએ આંતક મચાવી શહેરને બાનમાં લઈને કેટલાય લોકોને હોસ્પિટલ ભેગા કર્યા હતાં અને એક વિદ્યાર્થીનું મોત પણ નીપજ્યું હતું.ત્યાર બાદ જાગેલ નગરપાલિકા દ્રારા આનન ફાનન માં દિવસ રાત શહેરમાં આખલા પકવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને કેટલાય રખડતાં આખલાઓને પાંજરે કરી સલામત સ્થળે છોડવામાં આવ્યા હતા.
પરંતુ આજ રોજ બપોરના ભરૂચ જિલ્લા ન્યાયાલય પાસે એક વૃદ્ધ માહિલાને આખલાએ અફફેટમાં લેતા મહિલાને માથાના ભાગે ઈજાઓ પહોંચતા ઇમરજન્સી સેવા 108 દ્રારા સ્થળ પર પહોંચી મહિલાને સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં હજુ કેટલીય જગ્યાઓ પર આખલાઓ રખડતાં જોવા મળે છે તો શું નગરપાલિકા ના અધિકારીઓ અને પદા અધિકારીઓ કોઈ દુર્ઘટના થવાની રાહ જોઇને બેઠાં છે તેવી લોક મુખે ચર્ચા સાંભળવા મળી હતી.