ભરૂચ દુધધરા ડેરી ચરમેનને પદ પરથી દૂર કરવા નર્મદા જિલ્લાના જાગૃત નાગરિકની રજુઆત.
ભરૂચ દુધધરા ડેરી નર્મદા અને ભરૂચ જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવે છે.હાલ ડેડીયાપાડા ખાતે દાણ ફેકટરી પણ વિવાદોમાં સપડાઈ હતી.ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામના રહેવાસી કે જેઓ ભરૂચ દૂધધારા ડેરીના પૂર્વ ડિરેકટર પણ છે એવા દિનેશ બારીયાએ ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલને પદ પરથી દૂર કરવા સહકારી મંડળીઓના રાજ્ય રજિસ્ટ્રારને લેખિતમાં રજુઆત કરતા ખળભળાટ મચી ગયો છે.
દિનેશ બારીયાએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે ભરૂચ દુધધરા ડેરીના ચેરમેનના ભાણેજ કિરણ પટેલ અને અન્ય જનક પટેલ તથા ચાર કર્મચારીઓ 11/9/2018 થી 15/9/2018 સુધી ગો-એર લાયન્સની ટિકિટ દ્વારા અમદાવાદથી ચંદીગઢ અને ચંદીગઢ થી અમદાવાદનો પ્રવાસ કરેલ છે.સહકારી કાયદા મુજબ પ્રવાસ કરતા પેહલા સહકારી વિભાગના નામદાર રાજ્ય રજિસ્ટ્રારની પૂર્વ મંજૂરી મેળવવાની હોય છે.પરંતુ કિરણ પટેલ તથા જનક પટેલ કે જેઓ દૂધ સંઘ ભરૂચના કર્મચારી કે સભાસદ પણ નથી.આવા વ્યક્તિ સંસ્થાના નાણાંનો દુરુપયોગ કર્યો છે.73,377 રૂપિયા ખર્ચથી ભરૂચમાં 31/10/2018ના રોજ સ્ટાફ ટ્રાવેલિંગ હેડ પર ખર્ચ ઉધારેલ છે.જે સહકારી કાયદા કાનૂન વિરુદ્ધ છે.જેથી સંસ્થાના ચેરમેન ઘનશ્યામ પટેલ સામે સહકારી કાયદાની કલમ 93 હેઠળ સંસ્થાના નાણાંનો દૂર ઉપયોગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી પદ ઉપરથી દૂર કરવા વિનંતી છે.જેથી ભવિષ્યમાં સંસ્થાના નાણાંનો દૂરવ્યવ ન થાય.