પાવન સિલીલા માં નર્મદા નદીને ક્યારેય પગપાળા પાર કરી શકાતી નથી પરંતુ સરકારના અને પાણી વગર ના સ્થાનિક નેતાગઓના પાપે આજે ભરૂચ માં નર્મદા નદી ચાલતા પાર કરી શકાય તેવી સ્થિતિનું સર્જન થયું છે.નદીમાં ઇતિહાસ મા પ્રથમ વખત બાઇક.બળદ ગાડુ. સાયકલ. ટ્રેકટર.રીક્ષા અને પગપાળા નદી પસાર કરતા ગ્રામજનોના આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.જુના તવરા ગામ ના ૨૨૦૦ થી વધુ લોકો પશુપાલન અને ખેતી માટે મગરોના ભય વચ્ચે જીવન જોખમે નદી પાર કરી સામે પાર અવર જવર કરી રહ્યા છે.
Advertisement
નદીના અસ્તિત્વને કોણ બચાવશે તે બાબત હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.અનેક આંદોલનો થયા બાદ પણ હાલમાં પરિણામ દેખાતું નથી.તો બીજી તરફ નજીક ના સમયમાં લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે માં નર્મદા ક્યાંક રાજકીય મુદ્દો તો નહીં બની રહે ને….???