- ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ઉલ્લાસ અને ઉમંગોના પર્વ મકારસંક્રાતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી વિવિધ મંદિરોમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તેમજ ગૌશાળામાં ગાયોને ઘૂઘરી ખવડાવી ગૌ પૂજન કરવામાં આવ્યું હતું.
મકરસંક્રાતિ પર્વની સવારથીજ વિવિધ મંદિરોમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. ભરૂચમાં કસક ખાતે આવેલ મંદિર, સ્વામિનારાયણ મંદિર, શક્તિનાથ મંદિર સહિત અનેક મંદિરોમાં લોકોએ શ્રદ્ધા પૂર્વક દર્શન કરી દાન પુણ્ય કર્યા હતા, તેમજ સંક્રાંતપર્વ માટે આર્શીવાદ માંગ્યા હતા
મકારસંક્રાતિ પર્વ દાનનું પર્વ મનાય છે.
- આદિવસે અન્નનું દાન શ્રેષ્ઠ ગણાય છે. અનેક લોકોએ મંદિરો તેમજ સેવાભાવી સંસ્થાઓને અન્ન નું દાન કર્યું હતું
આ ઉપરાંત આ પર્વ નિમિત્તે ગાય તેમજ મૂંગા પશુઓને ખીચડો ખવડાવવાનું મહત્વ હોય છે. લોકોએ પાંજરાપોળ સ્થિત ગૌશાળામાં ગાયોને ઘાસ તેમજ ખળ ખવડાવી અહોભાવ વ્યક્ત કર્યો હતો.
વર્તમાન સમયમાં ઉતરાયણ પર્વ નિમિત્તે ઊંધિયું તેમજ જલેબી ખાવાનું ચલણ ખુબજ વધ્યું છે.બજારમાં માં ઠેર ઠેર ઊંધિયું તેમજ જલેબીની હાટડીઓ ખુલી હતી. લોકો એ રેડીમેડ ઊંધીયાની ખરીદી કરી હતી. આ ઉપરાંત તલ તેમજ શીંગ ની ચીક્કી નું પણ ધૂમ વેચાણ થયું હતું.
ઉતરાયણ નું આ ધાર્મિક અને સામાજિક મૂલ્ય છે પરંતુ ઉતરાયણની ખરી ઉજવણી ધાબાઓ તેમજ અગાશી ઓમાં જોવા મળે છે.
Advertisement
લોકો સપરિવાર વહેલી સવાર થીજ ધાબા ઓ ઉપર ચઢી ગયા હતા. અનેક રંગબેરંગી પતંગો આકાશ માં જોવા મળ્યા હતા. કાયપો છે, ચલ લપેટ ના ગગનચુંબી ચિચિયારીઓ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. લોકો ડીજે તેમજ સંગીત ની સુરાવલી સાથે ઝુમી ઉઠયા હતા.
ચારેકોર પતંગ બાજી ના આકાશી યુધ્ધ વચ્ચે સ્થાનિક જીવદયા પ્રેમી કાર્યકર્તા ઓએ ધારદાર પતંગની દોરીથી ઘવાયેલા મૂંગા પક્ષીઓની સારવાર કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.