ચીકી દ્વારા આજીવીકા પ્રાપ્ત કરાતુ કુંટુંબ
ભરૂચ જિલ્લા મા સમગ્ર ગુજરાતમા ખ્યાતી પ્રાપ્ત ચીકી બનાવાય છે ત્યારે કેટલાક કુંટુંબો માટે ચીકી આજીવીકાનુ મુખ્ય સાધન બની ગયુ છે. ઉત્તરાયાણ ની સીઝન દરમ્યાન એટલેકે આશરે ૧૫-૨૦ દિવસો દરમ્યાન ચીકી નુ સૌથી વધુ વહેંચાણ થાય છે. દાંડીયા બજાર ભરૂચના નાનુ ભાઈ ઠાકોર છેલ્લા ૨૫ વર્ષથી સતત ચીકી બનાવી રહ્યા છે. આ ચીકી ની માંગ વધુ હોય છે. વિવિધ પ્રકારની ચીકી તેમણો પરીવાર બનાવે છે ત્યારે તેમનુ નામ આ ક્ષેત્ર મા ખુબ લોકપ્રીય થઈ ગયુ છે. હાલ ૨૫૦-૩૦૦ સુધી નો ચીકી નો ભાવ જાણવા મળેલ છે ત્યારે મોંઘવારીના સમયમા પણ ચીકી ની ખરીદી ખોબ મોટા પ્રમાણમા કરવામા આવી રહી છે.
Advertisement