આમોદ ખાતે ખેડૂત શીબીર આયોજન કરાયું
ભરૂચ સહકારી બેંક દ્વારા શિબીરનુ આયોજન કરાયુ
ભરૂચ જિલ્લા સહકારી બેંકના ઉપક્રમે ભરૂચ જિલ્લા તેમજ નર્મદા જિલ્લા ના વિવિધ વિસ્તારોમા સમાજ ને ઉપયોગી નિવળે તેવી પ્રવૃતી કરવામા આવે છે. ખાસ કરીને ખેડુતોને માત્ર ધિરાણ જ નહી પરંતુ તમામ બાબતો અંગે પુરતુ માર્ગદર્શન પ્રાપ્ત થાય તેવો અભિગમ સહકારી બેંક ભરૂચ દ્રારા લેવાયો છે ત્યારે ભરૂચ જિલ્લાના મહત્વ ના આમોદ ખાતે ખેડુત શિબીર નુ આયોજન સહકારી બેંક ભરૂચ દ્રારા કરાયુ હતુ. આમોદ ની એ.પી.એમ.સી ખાતે યોજાયેલ ખેડુત શીબીરમા ભરૂચ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને વાગરાના ધારા સભ્ય અરૂણ સિંહ રણાએ જણાયુ હતુ કે ખેડુત હંમેશા પ્રગતી શીલ અભિગમ ધરાવે તે જરૂરી છે. ભરૂચ સહકારી બેંક સદાએ ખેડુતોની પડખે રહી છે. ખેડુતોને સમયસર ધિરાણ મળી રહે તે માટે વર્ષોથી સહકારી બેંક પ્રય્તન શીલ રહી છે. તેમા સફળતા પણ પ્રાપ્ત થઈ છે. આમોદ તાલુકો તેમજ આજુ બાજુના ગામો ભરૂચ જિલ્લાની ખેતીમાટે મહત્વના છે ત્યારે આ શિબીર નુ મહત્વ ખુબ વધી જાય છે. આ પ્રસંગે ખેડુત અગ્રણીઓ તેમજ અન્ય ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.
આમોદ ખાતે ખેડૂત શીબીર આયોજન કરાયું
Advertisement