દર વર્ષ ની જેમ પંખી પ્રેમીઓ દ્રારા ઉત્તરાયણ પર્વ ના દિવસો દરમ્યાન પંખીઓ ઘાયલ થય કે તરત જ તેણે સારવાર મળી રહે તેવુ આયોજન કરવામા આવે છે. ભરૂચ જિલ્લામા પણ પંખી પ્રેમીઓ એ આવા કેમ્પનુ આયોજન તા.૧૩-૦૧-૨૦૧૯ થી શરૂ કરી દીધુ છે. કામધેનુ ગૌ રક્ષા સમીતી ધ્વારા સમગ્ર ભરૂચ નગરમા હંગામી સારવાર કેંદ્રો ઉભા કરવામા આવેલ છે. આજે જ્યારે આકાશમા પતંગોની સંખ્યા નહીવત છે તેમ છતા કેટલાક પંખીઓ ઉજાગ્રસ્ત થયા હતા. જેણી વિગતો જોતા કામધેનુ ગૌ રક્ષા સમીતીના જયરામ ભાઈ ગલચર, નિલેષ ઠક્કર, રમેશ દવે વન વિભાગના અમરત ભાઈ રાઠવા, એ ઈજાગ્રસ્ત પંખીઓની સારવાર કરી હતી જેમા ઈજાગ્રસ્ત એક કબુતર, એક સમડી, એક કાબર નો સમાવેશ થાય છે. આ તમામ પંખીઓ ને પતંગ ની દોરી થી ઈજા થઈ હોવાનુ જણાયુ છે. પંખીઓ ની સારવાર એવન્યુ શોપીંગના હેલ્થ લાઈન સેન્ટરમા કરવામા આવી હતી. એમ કામધેનુ ગૈ રક્ષા સમીતીના સભ્યો એ જણાવ્યુ હતુ.
કામધેનુ ગૌ રક્ષા સમીતી દ્રારા ઘાયલ પંખીઓની સારવાર ની શરૂઆત
Advertisement