દક્ષિણ ગુજરાત ઝોનના વીજીલયન્સ ઓફિસરની ગાંધીનગર બદલી
વ્યાપક ભ્રષ્ટ્રાચાર ની ફરીયાદો બાદ વડી કચેરી નો નિર્યણ
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા લેવાયેલા એક મોટા અને મહત્વના નિર્યણમા ઝોન વાઈઝ વીજીલયન્સ કમિશનર ની પોસ્ટ જ રદ કરી સીધા ગાંધીનગર વડી કચેરી ના દસ્તક લઈ લેવાય છે. ગુજરાતની ઔધોગીક વસાહતોમા પ્રદુષણ ની ઉપર દેખરેખ રાખવા માટે વીજીલયન્સ ઓફિસરની ચાર ઝોન માટેની પોસ્ટ ઉભી કરી હતી. પરાંતુ ઝોન માટેની પોસ્ટ ઉભી કરી હતી. પરંતુ ઝોનવાઈસ આ પદવીઓ પર અને એમા પણ ખાસ કરીને દક્ષિણ દક્ષિણ ઝોનમા વીજીલયન્સ કચેરી દ્રારા હોદ્દાઓનો ઉપયોગ ઉધોગોનુ નાક દબાવીને ભ્રષ્ટ્રાચાર માટે કરાતો હોવાની વ્યાપક ફરિયાદો ગાંધીનગર વડી કચેરી ના ધ્યાન પર આવી હતી. એને લઈને તાત્કાલિક અસરથી દક્ષિણ ગુજરાત ઝોનના વિજીલયન્સ ઓફીસર એ.જી પટેલ ની બદલી ગાંધીનગર ખાતે કરી દીધી છે અને હવે ગાંધીનગર જી.પી.સી.બી ના નિર્યણાથી ભ્રષ્ટ્રાચાર ઘટશે. એની ઉધોગોનુ માનવુ છે. જો કે પ્રદુષણ ની માત્રા પર અંકુશ આવશે કે નહી આવનાર સમય જ જણાવી શકે હાલ તો આ નિર્યણ ના પગલે ઓફિસર્સ અને અન્ય અધિકારી ઓના ભ્રષ્ટ્રાચાર નો ભોગ બનેલા ઉધોગપતિઓ આનંદની લાગણી જોવા મળી રહી છે.